Sunday, March 12, 2023

હેલ્પ્સ ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે હેલ્પ્સ ફાઉન્ડેશનની ટીમ - ડૉ. ધીરેન્દ્ર પટેલ , ડૉ. કાજલ પટેલ , મીના સોલંકી , કરીના ઝાલા , અંજલી ચાવડા અને યાશ્રી દેસાઈ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના અંબાળા ગામની પ્રાથમિક શાળામાં 'My Health - My Help' પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને માસિક ધર્મ સબંધિત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા. મુખ્યત્વે તેમને સૌને સેનેટરી પેડની ઉપયોગીતા વિશે વાત કરવામાં આવી જેથી આ વિષય પર તેઓમાં જાગૃતિ આવી શકે અને તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે જ રાખી શકે, જે આ પ્રોજેક્ટનો હેતુ છે. ત્યાંની વિદ્યાર્થીનીઓને આ બાદ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું , સાથે સાથે તેમને મૂંઝવતા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી, તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. 

My Health - My Help

 આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીનીઓમાં રહેલી માસિક ધર્મ પ્રત્યેની ખોટી માનસિકતાઓને દૂર કરવા અને તેમને સેનેટરી પેડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો કે જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પોતે જ રાખી શકે અને જીવનમાં પ્રગતિના શિખરો સર કરી શકે.


Helps Foundation Helping for Education to Underprivileged Students

  Quality education for underprivileged students from Helps Foundation is crucial for a myriad of reasons, impacting not only the individ...