શિક્ષણથી સમાજમાં જાગૃતિ લાવી શકાય છે અને એ જ નવી પેઢી માટે એક શસ્ત્ર છે જે સમાજને સાચા રસ્તે વાળી શકે છે. આ જ વિચાર હેઠળ બદરખા ગામ નજીક આવેલા માંડલપુર ગામમાં હેલ્પ્સ ફાઉન્ડેશનના વિચાર અને સહયોગથી વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
આ ફાઉન્ડેશનના ડો. ધીરેન્દ્ર પટેલ અને ડૉ કાજલ પટેલ ખૂબ ઉત્સાહ પૂર્વક જોડાય છે અને બાળકોના શિક્ષણમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આ પ્રવૃત્તિમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ બાળકોને ગામમાં નક્કી કરેલી જગ્યાએ બાળકોને ભણાવવામાં આવે છે અને રમત ગમતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. કાર્યક્રમમાં 1 થી 8 ધોરણના બાળકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને બાળકોના વાલીઓ દ્વારા પણ આ પ્રવૃત્તિને વધાવી લેવામાં આવી છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા બાળકોની વિવિધ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને તેમને પ્રોત્સાહન મળે એવા કર્યો કરવામાં આવે છે.
સાથે સાથે તેમના માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમનો એક ભાગ બનવાનો મને મોકો મળ્યો જેનાથી હું બાળકોને કંઈક આપી શકી તે માટે હું હેલ્પ્સ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું.
No comments:
Post a Comment