“પહેલું સુખ તે જાતે નર્યા.” - આ વાક્ય ન જાણે આપણે કેટલી વાર સાંભળતા હશું પરંતુ વિદ્યાર્થીકાળમાં આ બાબત સમજવી કેટલી જરૂરી છે એ હેલ્પ્સ ફાઉન્ડેશન ખૂબ બારીકાઇથી જાણે છે, તેથી જ ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ અનુસંધાને હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા “શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ” યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત હેલ્પ્સ ફાઉન્ડેશનના ડૉ. ધીરેન્દ્ર પટેલ અને ડૉ. કાજલ પટેલના માર્ગદર્શન અને સહયોગથી વિરમગામ જીલ્લાની પે સેન્ટર શાળા નં. ૧માં બાળકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સ્વયંસેવકો તરીકે અંજલી, હું (યાશ્રી), અને જયોતિકા જોડાયા હતા.
આ આયોજનમાં શારીરિક સ્વાસ્થ્યમાં સ્વચ્છતા, પોષણયુક્ત આહાર અને પાણીજન્ય રોગોને આવરી લેવામાં આવ્યા હતા. તમાકુ, સિગારેટ તથા મોબાઈલ ફોનના વ્યસનને અહીં આવરી લીધાં હતા. જયારે શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વ ધરાવતા માનસિક સ્વાસ્થ્યનો પણ અહીં સમાવેશ થયો હતો. કાર્યક્રમની શરૂઆત ડૉ. ધીરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી જેમણે જીવનમાં તંદુરસ્તીનું મહત્વ શું છે એ વિષય પર ચર્ચા કરી, એ બાદ અંજલી દ્વારા સ્વચ્છતા અને પાણીજન્ય રોગોને આવરી લઇ તેનાથી સાવધાની કઈ રીતે રાખી શકાય એ વિષય પર બાળકો સાથે વાત કરી, ડૉ. કાજલ પટેલ દ્વારા બાળકોને પોષણયુક્ત આહારની બાબતમાં સમજ આપવામાં આવીઆવી અને સમતોલ આહાર પર ભાર મુકવા જણાવ્યું. જયોતિકાએ તમાકુ અને સિગારેટના વ્યસન જેવી ગંભીર સમસ્યા પર બાળકોનું ધ્યાન દોર્યું અને તેનાથી થતી મુશ્કેલીઓથી તમને અવગત કરાવ્યા. આ કાર્યક્રમમાં મેં બાળકોને મોબાઈલના વ્યસન સંદર્ભે રજૂઆત કરી, જેમાં તેનાથીનાથી થતાં નુકશાનની વાત પર ભાર મૂકવામાં આવ્યો.
વિશ્વ આરોગ્ય સંગઠન જયારે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના ૭૫ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે Health For Allના આ કેમ્પેઈનમાં હેલ્પ્સ ફાઉન્ડેશન પણ જોડાયું અને બાળકોમાં આ વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.



No comments:
Post a Comment