બીપોરજોય વાવાઝોડાથી
અસરગ્રસ્ત બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં ખોડા અને વાડિયા ગામમાં તારીખ
૨૫/૦૬/૨૦૨૩ ના રોજ હેલ્પ્સ ફાઉન્ડેશનના ભદ્રેશભાઈ પટેલ, ડૉ. ધીરેન્દ્ર પટેલ, ડૉ. કાજલ પટેલ
તથા મહર્ષિભાઇની સાથે અને તેમનાં સૌના માર્ગદર્શનમાં ધ્રુવીશા, પથિક, ભરત,
કિંજલ, હિયા, કિંજલ, રોશની અને યાશ્રી જોડાયા હતા. આ કાર્યક્રમમાં હેલ્પ્સ
ફાઉન્ડેશનની ટીમે શારદાબેન ભાટી સાથે આ વિસ્તારમાં ૧૦૦ તાડપત્રી તથા ૫૦ રાશન
કીટનું વિતરણ કર્યું, વાવાઝોડામાં જેમના રહેઠાણ પડી ભાંગ્યા હતા તેમને તાડપત્રીનું વિતરણ કરવામાં
આવ્યું અને તેની સાથે ૭ થી ૧૦ દિવસ માટેનું રાશન પણ પૂરું પાડવામાં આવ્યું.
 |
| Flood relief work by Helps Foundation |
 |
| Flood relief work by Helps Foundation |
અમદાવાદથી નીકળીને
સૌપ્રથમ પાલનપુરમાં અસરગ્રસ્ત લોકોને તાડપત્રીની જરૂરિયાત પૂરી કરવામાં આવી અને
ત્યાં રહેતા નાના બાળકોને બુંદી-ગાઠીયા પણ વહેંચવામાં આવ્યા. ત્યાંથી અમે સૌ થરાદ
જવા નીકળ્યા અને ત્યાં શારદાબેનને મળ્યા કે જે આ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કાર્યરત
છે. તે પછી થરાદના ખોડા ગામમાં તથા વાડિયાના વાવાઝોડાથી પીડિત કુટુંબોને મળ્યા,
તેમની સાથે વાતચીત કરી , તેમની સમસ્યાઓને જાણી. અહીં પણ તાડપત્રી અને રાશનકીટનું
તથા બાળકોમાં બુંદી-ગાંઠીયાનું વિતરણ કર્યું. આ સમય દરમિયાન હેલ્પ્સ ફાઉન્ડેશનના
સભ્યો દ્વારા પ્રત્યક્ષ રીતે લોકોના રહેઠાણોની મુલાકાત કરવામાં આવી અને તેમની
મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કર્યો.પોતાના જીવન જરૂરિયાત
માટેની અગત્યની વસ્તુઓની મદદ મળતા, સૌની આંખોમાં આભારની
લાગણી વર્તાતી હતી. સાથે સાથે તેમના આશિષ પણ અમને સૌને મળતા રહેતા હતા. વાવાઝોડાની
આ કપરી પરિસ્થિતિ બાદ એક આશાનું કિરણ તેમની આંખોમાં દેખાતું હતું જે હેલ્પ્સ
ફાઉન્ડેશનને આભારી હતું. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવી અને તેમને જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવાની સાથે
સાથે અમારો હેતુ તેમને આ સમયમાં સહકાર આપવાનો હતો, અને તેમની પડખે ઊભા
રહેવાનો હતો.